જાણીતાં કૂતરાં પણ અચાનક આપણા પર કેમ હુમલો કરી બેસે છે?

કૂતરાના વર્તણૂકના નિષ્ણાત શ્રીદેવી
ઇમેજ કૅપ્શન, કૂતરાના વર્તણૂકનાં નિષ્ણાત શ્રીદેવી
    • લેેખક, કે. શુભગુણમ
    • પદ, બીબીસી તમિળ માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

આખા ભારતમાં રખડતાં કૂતરાં દ્વારા રાહદારીઓ સામે ભસવાની, દ્વિચક્રીય વાહનોનો પીછો કરવાની અને પગપાળા જતા લોકો પર અચાનક હુમલો કરવાની ફરિયાદોમાં વધારો થયો છે.

સત્તાવાર આંકડા દર્શાવે છે કે આ સમસ્યા વધી ગઈ છે. લોકસભામાં એક જવાબમાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રના આંકડા અપાયા હતા, તે મુજબ ભારતમાં 2022માં કૂતરું કરડવાના 21,89,909 કેસ, 2023માં 30,52,521 કેસ અને 2024માં 37,15,713 કેસ નોંધાયા હતા.

સરકારી આંકડા મુજબ એકલા 2024માં 15 વર્ષથી ઓછી વયનાં બાળકોને કૂતરું કરડ્યું હોય તેવી 5,19,704 ઘટનાઓ નોંધાઈ હતી.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO - હૂ) મુજબ ભારતમાં હડકવાથી થયેલાં મોતમાંથી 30થી 60 ટકા મોત 15 વર્ષથી ઓછી વયનાં બાળકોનાં હોય છે.

બુડાપેસ્ટની એઓટવોસ લોરાન્ડ યુનિવર્સિટીમાં બિહેવિયરનાં પ્રોફેસર એનિકો કુબિન્યે બીબીસી તમિળને જણાવ્યું કે, "કૂતરામાં અચાનક આક્રમક વર્તણૂક પાછળ ઘણાં કારણો હોઈ શકે છે."

તેમણે કહ્યું કે આનુવંશિકી અને સમકાલીન જીવન બંનેની ભૂમિકાને સ્પષ્ટ રીતે અલગ અલગ કરી શકાય નહીં. "આનુવંશિક અંતર તણાવ અથવા ભય પ્રત્યે સંવેદનશીલતાના સ્તરને પ્રભાવિત કરી શકે છે. સાથે સાથે તેમના અનુભવની ઘટનાઓ પણ નક્કી કરે છે કે આ પ્રકૃતિ કેવી રીતે પ્રગટ થાય છે."

જે કૂતરાં આપણને ઓળખતાં હોય, તેઓ પણ અચાનક કેમ હુમલો કરી શકે છે? આવી સ્થિતિમાં પોતાનો બચાવ કેવી રીતે કરવો?

કૂતરાના દિમાગમાં 5000 વર્ષ અગાઉ કેવા ફેરફાર થયા?

સંશોધન અનુસાર, કૂતરાના મગજનું કદ લગભગ 5000 વર્ષ અગાઉ સંકોચાવાનું શરૂ થયું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સંશોધન અનુસાર, કૂતરાના મગજનું કદ લગભગ 5000 વર્ષ અગાઉ સંકોચાવાનું શરૂ થયું હતું

ગયા એપ્રિલમાં 'રોયલ સોસાયટી ઓપન સાયન્સ' મૅગેઝિનમાં એક સંશોધનપત્ર રજૂ થયું. તેમાં પાષાણ યુગના કૂતરાના મગજની તુલના આધુનિક કૂતરાના મગજ સાથે કરવામાં આવી હતી.

જીવવિજ્ઞાની થોમસ કુચી અને તેમની સંશોધન ટીમે લખ્યું છે કે, "કૂતરાના મગજનું કદ લગભગ 5000 વર્ષ અગાઉ સંકોચાવાનું શરૂ થયું હતું તે સાબિત થઈ ચૂક્યું છે."

સંશોધન દરમિયાન તેમણે જોયું કે લગભગ 35 હજાર અને 15 હજાર વર્ષ અગાઉના બે પ્રાચીન 'આદિમ કૂતરાં'ના મગજનું કદ તે સમયના વરુઓના મગજના કદથી ખાસ અલગ ન હતું.

જોકે, સંશોધન દર્શાવે છે કે લગભગ 5000થી 4500 વર્ષ અગાઉ નવપાષાણ યુગના ઉત્તરાર્ધમાં રહેતા કૂતરાનું આંતરિક કપાળ તે વખતના વરુની તુલનામાં 46 ટકા નાનું હતું.

થોમસ કુચી અને તેમની ટીમનું અનુમાન છે કે "મગજના કદમાં આ ઘટાડાની સાથે મગજના પુનર્ગઠને કૂતરાઓને પોતાના વાતાવરણમાં થતા પરિવર્તનો પ્રત્યે વધુ ચિંતિત અને સતર્ક બનાવી દીધાં હશે."

સંશોધનકર્તા ટીમના સભ્ય પ્રોફેસર કુબિન્યે જણાવ્યું કે, "તેનો અર્થ એવો થયો કે તેઓ ચેતવણી આપતા જાનવરોના રૂપમાં કામ કરવા લાગ્યા હશે. કોઈ અપરિચિત વ્યક્તિ અથવા જંગલી જાનવર તેમની નજીક આવે તો તેઓ ભસવા લાગતા હતા. કદાચ તેના કારણે જ રહેણાક વિસ્તારમાં તેમને મૂલ્યવાન પાલતુ જાનવર ગણવામાં આવ્યા હશે."

'આક્રમકતા એ અલગ વિશેષતા નથી'

એક અભ્યાસમાં જાણવા મળ્યું કે રખડુ કૂતરાં પાલતુ જાનવરોની તુલનામાં ઓછા સક્રિય હોય છે, બહુ આસાનીથી ઉત્તેજિત થઈ જાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એક અભ્યાસમાં જાણવા મળ્યું કે રખડતાં કૂતરાં પાલતુ જાનવરોની તુલનામાં ઓછા સક્રિય હોય છે, બહુ આસાનીથી ઉત્તેજિત થઈ જાય છે

પ્રોફેસર કુબિન્યના આ વિચારને ટેકો આપતાં કૂતરાના વર્તણૂકનાં નિષ્ણાત શ્રીદેવી કહે છે, "માણસે જ્યારે કૂતરાને પહેલી વખત પાલતુ બનાવ્યું, ત્યારે તેમાં વરુ જેવી ક્રૂરતા, આક્રમકતા અને રક્ષાત્મકતા હતી."

તેમણે સમજાવ્યું કે, "જંગલમાં તમારે ભોજન માટે શિકાર કરવો પડે છે. પ્રજનન પ્રક્રિયા હિંસક હોય છે અને તમારે પોતાનાં બચ્ચાંના રક્ષણ માટે અત્યંત સતર્ક રહેવું પડે છે. પરંતુ પાલતુ કૂતરા તરીકે તમે માનવી પર નિર્ભર થવા લાગો ત્યારે તમારે એટલી મહેનત કરવી પડતી નથી. તેથી મગજનું કદ તે મુજબ નાનું થઈ જાય છે."

પ્રોફેસર એનિકો કુબિન્ય મુજબ, "આધુનિક કૂતરાના મગજનાં કદ અને વ્યવહાર વચ્ચેનો સંબંધ બહુ જટિલ હોય છે. તેઓ મગજના નાના કદના કારણે વધુ આક્રમક હોય છે એવું કહેવું સરળ નથી."

તેઓ કહે છે, "આક્રમકતા એ કોઈ એક ગુણ નથી. તે ભય, દર્દ, ખોરાકનું રક્ષણ, સરહદની ભાવના, પ્રજનન માટે સ્પર્ધા અને ખતરા વિશેની ચિંતાથી પેદા થઈ શકે છે."

કૂતરાના મગજની સંરચનામાં ફેરફાર

બુડાપેસ્ટની એડેસા લોરેન્ડ યુનિવર્સિટીમાં બિહેવિયરના પ્રોફેસર એનિકો કુબિન્યૂ
ઇમેજ કૅપ્શન, બુડાપેસ્ટની એડેસા લોરેન્ડ યુનિવર્સિટીમાં બિહેવિયરનાં પ્રોફેસર એનિકો કુબિન્યૂ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કૂતરાની વર્તણૂકના નિષ્ણાત શ્રીદેવીનું કહેવું છે કે માત્ર મગજનું કદ નાનું હોવાના કારણે કૂતરા ઓછા બુદ્ધિશાળી, વધુ આક્રમક અથવા ઓછા સામાજિક હોય છે એવું સીધી રીતે કહી ન શકાય.

'રોયલ સોસાયટી ઓપન સાયન્સ' જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ "મગજના વિવિધ ભાગો અલગ અલગ પ્રકારની ક્ષમતા માટે જવાબદાર હોય છે. ટેવ પડી જવાથી ન્યુરલ નેટવર્કની ગતિ ધીમી પડી જવાના બદલે તેનું પુનર્ગઠન થઈ શકે છે."

શ્રીદેવીનું કહેવું છે કે, આ ફેરફારોના કારણે આજના પાલતુ કૂતરાઓમાં એવી તીવ્ર આક્રમકતા અને સતર્કતા નથી રહી જે એક સમયે જંગલમાં વસવાટ દરમિયાન હતી. છતાં તેમનામાં રખડતાં કૂતરાં જેવાં લક્ષણો યથાવત્ છે જે લાંબા સમય સુધી ચિંતા, ભય અને સામાજિકકરણ પ્રત્યે સંવેદનશીલ હોય છે.

'જર્નલ ઓફ ન્યુરોસાયન્સ'માં 2019માં પ્રકાશિત એક અભ્યાસ પ્રમાણે ન્યુરોસાયન્ટિસ્ટ એરિન હેચ્ટ અને તેમની ટીમે 33 નસ્લના 62 કૂતરા પર MRI સ્કેન કર્યું હતું. તેમાં જાણવા મળ્યું કે દિમાગની સંરચનાના ફેરફારો ગંધ આધારિત શિકાર, રખેવાળી, સહચર્ય સહિતની વ્યવહારિક વિશેષતાઓ સાથે સંબંધિત હતા.

શ્રીદેવીએ કહ્યું કે આ નિષ્કર્ષ પરથી સંકેત મળે છે કે શરીરના કદ અને ખોપરીના આકાર ઉપરાંત વિશિષ્ટ કાર્યો માટે માનવીની પસંદગીએ કૂતરાના મગજની સંરચનાને નવું રૂપ આપ્યું છે.

કૂતરામાં આક્રમકતાનાં કારણો કયાં હોય છે?

નિષ્ણાતોનું માનવું છે કે સામાન્ય રીતે સહનશીલ કૂતરું પણ ઇજાગ્રસ્ત, બીમાર, ભૂખ્યું અથવા ગભરાયેલું હોય ત્યારે આક્રમક પ્રતિક્રિયા આપી શકે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નિષ્ણાતોનું માનવું છે કે સામાન્ય રીતે સહનશીલ કૂતરું પણ ઇજાગ્રસ્ત, બીમાર, ભૂખ્યું અથવા ગભરાયેલું હોય ત્યારે આક્રમક પ્રતિક્રિયા આપી શકે છે

પ્રોફેસર કુબિન્યે એક અભ્યાસ વિશે જણાવ્યું જેમાં ઇન્ડોનેશિયાના બાલી ટાપુ પર રહેતી એક પ્રજાતિનાં રખડતાં કૂતરાં અને પાલતુ કૂતરાની જીવનશૈલીની તુલના કરવામાં આવી હતી.

અભ્યાસમાં જાણવા મળ્યું કે રખડતાં કૂતરાં પાલતુ જાનવરોની તુલનામાં ઓછાં સક્રિય હોય છે, બહુ આસાનીથી ઉત્તેજિત થઈ જાય છે અને મનુષ્યનો પીછો કરવાની શક્યતા ઓછી હોય છે.

આ દરમિયાન પ્રોફેસર કુબિન્યે જણાવ્યું કે કોઈ વિશેષ રખડતાં કૂતરા માટે તેનો તાત્કાલિક અને વિકાસાત્મક પરિવેશ બહુ મહત્ત્વનો હોઈ શકે છે. પીડા, ઇજા, બીમારી, ભૂખ, ભોજન માટે સંઘર્ષ, અત્યાચાર, પ્રતિકૂળ પ્રારંભિક અનુભવ અને માનવી સાથે ખતરનાક અથડામણ - આ બધું તેના વ્યવહારને અસર કરી શકે છે.

તેમના કહેવા મુજબ "પાલતુ બનાવવાથી કૂતરાના વિકાસની પૃષ્ઠભૂમિને સમજવામાં મદદ મળે છે. પરંતુ કોઈ વિશેષ સ્થિતિમાં રખડતા કૂતરાનો વ્યવહાર મોટા ભાગે તેના વ્યક્તિગત ઇતિહાસ અને તાત્કાલિક સામાજિક અને પારિસ્થિતિક સ્થિતિ પર નિર્ભર હોય છે."

જાણીતાં કૂતરાં અચાનક કેમ હુમલો કરી બેસે છે?

સરકારી આંકડા મુજબ એકલા 2024માં 15 વર્ષથી ઓછી વયનાં બાળકોને કૂતરું કરડ્યું હોય એવી 5,19,704 ઘટનાઓ નોંધાઈ હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સરકારી આંકડા મુજબ એકલા 2024માં 15 વર્ષથી ઓછી વયનાં બાળકોને કૂતરું કરડ્યું હોય એવી 5,19,704 ઘટનાઓ નોંધાઈ હતી

પ્રોફેસર કુબિન્યે કહે છે કે આપણે કૂતરાના સામાન્ય સ્વભાવ અને કોઈ વિશેષ પરિસ્થિતિમાં તેના વર્તન વચ્ચેનો તફાવત જાણવો પડશે.

તેમના કહેવા મુજબ "કોઈ કૂતરું કેટલાંય વર્ષો સુધી માનવી સાથે શાંતિપૂર્વક રહેતું હોય, તો પણ પરિસ્થિતિ બદલાય ત્યારે આક્રમક વ્યવહાર કરી શકે છે."

નિષ્ણાતોનું માનવું છે કે સામાન્ય રીતે સહનશીલ કૂતરું પણ ઇજાગ્રસ્ત, બીમાર, ભૂખ્યું અથવા ગભરાયેલું હોય ત્યારે આક્રમક પ્રતિક્રિયા આપી શકે છે.

શ્રીદેવી જણાવે છે કે, "કૂતરાને પાલતુ બનાવવાથી અથવા તેના સામાજિકકરણથી પણ આક્રમકતા, ચિંતા, ભય અને સતર્કતા જેવાં પરંપરાગત લક્ષણો સંપૂર્ણ રીતે દૂર નથી થતાં."

તેમણે કહ્યું કે "કૂતરાની આક્રમકતાનું સ્તર વરુની તુલનામાં ઓછું હોઈ શકે છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે તે લક્ષણો સંપૂર્ણ રીતે ગાયબ થઈ ગયાં છે."

તેમણે વધુમાં જણાવ્યું કે "આ કેટલી તીવ્રતાથી પ્રગટ થાય છે તેનો આધાર કૂતરા સામેના સામાજિક પડકારો અને પરિસ્થિતિઓ પર રહેલો છે."

તેથી પ્રોફેસર કુબિન્યે સૂચવ્યું કે "કોઈ પરિચિત વ્યક્તિ પર કૂતરાનો અચાનક લાગતો હુમલો એ કૂતરામાં કોઈ અદૃશ્ય શારીરિક અથવા ભાવનાત્મક પરિવર્તનનાં કારણોસર હોઈ શકે છે."

'સાયન્ટિફિક રિપોર્ટ્સ' નામના જર્નલમાં 2021માં પ્રકાશિત થયેલા અભ્યાસમાં સાલા મિક્કોલા અને તેમની ટીમે 9270 પાલતુ કૂતરાના વ્યવહારનું વિશ્લેષણ કર્યું હતું અને તેનાં પરિણામો પ્રકાશિત કર્યાં હતાં. વિશ્લેષણમાં જાણવા મળ્યું કે મનુષ્યનો ભય તેમના આક્રમક વ્યવહાર સાથે સૌથી વધારે સંકળાયેલો હતો.

તેમાં એવું પણ જોવા મળ્યું કે સામાન્ય રીતે મોટા ભાગના ભયભીત કૂતરાઓમાં બિનભયભીત કૂતરાઓની સરખામણીમાં પરોક્ષ રીતે આક્રમક વ્યવહાર દેખાડવાની શક્યતા પાંચ ગણી વધુ હોય છે.

અભ્યાસમાં જાણવા મળ્યું કે કૂતરાની ઉંમર, લિંગ, શારીરિક બનાવટ, વંશ અને તેમનું રહેઠાણ પણ તેમની આક્રમકતા સાથે સંકળાયેલાં હોય છે.

સમૂહ માનસિકતા અને શહેરી દબાણ

અભ્યાસમાં જાણવા મળ્યું કે કૂતરાની ઉંમર, લિંગ, શારીરિક બનાવટ, વંશ અને તેમનું રહેઠાણ પણ તેમની આક્રમકતા સાથે સંકળાયેલ હોય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અભ્યાસમાં જાણવા મળ્યું કે કૂતરાની ઉંમર, લિંગ, શારીરિક બનાવટ, વંશ અને તેમનું રહેઠાણ પણ તેમની આક્રમકતા સાથે સંકળાયેલ હોય છે

પ્રોફેસર કુબિન્યે કહ્યું કે ભોજનની પ્રાપ્યતામાં ફેરફાર, માનવીની દખલગીરી અને બીજા કૂતરા સાથે સ્પર્ધા હોવાના કારણે પેદા થતા તણાવથી રખડતાં કૂતરાના વ્યવહાર પર ભારે પ્રભાવ પડે છે.

જ્યારે ભોજન ઓછું મળે અથવા કચરો હટાવી લેવાય ત્યારે કૂતરા અપરિચિત જગ્યાએ પ્રવેશે છે અને ત્યાં તેમની વચ્ચે ઉગ્ર સ્પર્ધા થાય છે.

તેની સમજણ આપતાં તેઓ કહે છે, "કૂતરાની અંદર થતા જૈવિક પરિવર્તનના બદલે તેઓ જે વાતાવરણનો સામનો કરે છે, તથા માનવી-કૂતરાના આંતરિક સંબંધના નકારાત્મક પ્રભાવના કારણે તેઓ આક્રમક વર્તન કરે છે."

શ્રીદેવીના કહેવા મુજબ તેમના સમૂહમાં રહેવાના વ્યવહારના કારણે સંઘર્ષ વધુ ખતરનાક બની શકે છે. "એક કૂતરાની હરકતો જોઈને બીજા કૂતરા પણ તેવો જ વ્યવહાર કરવા પ્રેરાય છે. જે કૂતરું એકલું હુમલો નથી કરતું, તે બીજા કૂતરાની સાથે મળીને ભસે, પીછો કરે અથવા બટકું ભરી શકે છે."

પ્રોફેસર કુબિન્યે કહ્યું, "પરિણામે, જે કૂતરું એકલા હાથે હુમલો નથી કરતું, તે અમુક પરિસ્થિતિમાં સામૂહિક હુમલામાં ભાગ લઈ શકે છે."

શ્રીદેવીએ જણાવ્યું કે, "ખુલ્લેઆમ રખડતાં કૂતરામાં ભોજન, પ્રજનન, રહેઠાણ અને સુરક્ષા માટે પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડે છે. કૂતરા જ્યારે નબળા અથવા આસાનીથી પ્રતિક્રિયા કરી શકે તેવી વ્યક્તિની આસપાસ એકઠાં થાય, ત્યારે તેમની આક્રમકતા વધી જાય છે. જોકે, કૂતરાના તમામ સમૂહ ખતરનાક નથી હોતા."

આત્મરક્ષણની સરળ રીત

જ્યારે ભોજન ઓછું મળે અથવા કચરો હટાવી લેવાય ત્યારે કૂતરા અપરિચિત જગ્યાએ પ્રવેશે છે અને ત્યાં તેમની વચ્ચે ઉગ્ર સ્પર્ધા થાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જ્યારે ભોજન ઓછું મળે અથવા કચરો હટાવી લેવાય ત્યારે કૂતરા અપરિચિત જગ્યાએ પ્રવેશે છે અને ત્યાં તેમની વચ્ચે ઉગ્ર સ્પર્ધા થાય છે

શ્રીદેવી કહે છે કે આ મામલે રખડતાં કૂતરાં અને પાલતુ કૂતરાં થોડા અલગ હોય છે. "રખડતાં કૂતરાને જીવંત રહેવા માટે દરરોજ નવા પડકારોનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત તેઓ પોતાની જરૂરિયાતો અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટોળામાં કામ કરવાનું પસંદ કરે છે. તેથી રખડતાં કૂતરાં કોઈ ઝુંડમાં હોય અને તેમનું નેતૃત્વ કોઈ મજબૂત કૂતરું કરતું હોય, ત્યારે તેમની આક્રમકતા થોડી વધારે રહેવાની સંભાવના હોય છે."

કુબિન્યે કહે છે કે, "આપણે આ ઘટનાઓને કોઈ એક કારણ સાથે જોડી ન શકીએ, જેમ કે ખુલ્લામાં રખડવું અથવા મગજનું કદ નાનું હોવું. ઘણી વખત આપણી પાસે કૂતરાના અચાનક હુમલા પાછળનાં વિશિષ્ટ કારણો જાણવા માટે પૂરતી માહિતી નથી હોતી."

શ્રીદેવીએ કહ્યું કે બચ્ચાની સુરક્ષા, ભોજનની અછત અને માણસ સાથે ભૂતકાળના ખરાબ અનુભવો સહિત ઘણાં કારણો હોય છે. તેમાંથી કોઈ પણ કારણ કૂતરાને માનવી પ્રત્યે આક્રમક વ્યવહાર કરવા માટે પ્રેરી શકે છે, જેનાથી તેઓ લાંબા સમયથી પરિચિત હોય છે.

તેઓ જણાવે છે કે, "કૂતરાના વ્યવહારમાં ફેરફારના કારણે મગજનું કદ ભલે ઘટી ગયું હોય, પરંતુ આક્રમકતા, ભય અને સતર્કતા જેવા ગુણ તેમના જીન્સમાં હાજર હોય છે. તે ગુણોની અભિવ્યક્તિનું પ્રમાણ એ બાબત પર નિર્ભર કરે છે કે તેઓ કેવા સામાજિક પડકારોનો સામનો કરે છે."

તમે એવી કોઈ સ્થિતિમાં ફસાઈ જાવ જ્યાં કૂતરા અચાનક આક્રમક બની ગયા હોય, તો શ્રીદેવીની સલાહ છે કે, "સૌથી પહેલાં તેમની સામે ડર ન દેખાડો. ચતુરાઈથી તેમનાથી દૂર જતા રહો. સામેના કૂતરાને તમારે દેખાડવું જોઈએ કે તમારી પાસે આત્મરક્ષણ માટે કોઈ વસ્તુ છે. તે ચીજ થેલી, હેલ્મેટ, લાકડી વગેરે કંઈ પણ હોઈ શકે છે. તેનાથી તેમનું આક્રમક વલણ શાંત થઈ જશે અને તેઓ માનવીથી દૂર જતા રહેશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન