જંતરમંતર પર સંસદકૂચના એક દિવસ પહેલાં કેવો માહોલ છે?

વીડિયો કૅપ્શન, સંસદકૂચના એક દિવસ પહેલાં જંતરમંતર ખાતે કેવો માહોલ છે?
જંતરમંતર પર સંસદકૂચના એક દિવસ પહેલાં કેવો માહોલ છે?
પ્રકાશિત

દિલ્હીના જંતરમંતર પર રવિવારની સવારે લોકો અને યુવાનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ રહ્યા છે. વિવિધ સંગઠનોએ આ લોકોને સમર્થન આપવા માટે પોતાના પંડાલ અને સ્ટોલ લગાવ્યા છે.

આજે આ પ્રદર્શનનો 22મો દિવસ છે અને સોમવાર, 20 જુલાઈની સવારે અહીંથી સંસદ સુધી એક માર્ચ કાઢવામાં આવશે.

અગાઉ સોનમ વાંગચુક દિલ્હીસ્થિત જંતરમંતર પર અનશન કરી રહ્યા હતા, પરંતુ શનિવાર સવારે પોલીસ તેમને ઉપાડીને હૉસ્પિટલ લઈ ગઈ ત્યાર બાદ અભિજિત દીપકે પોતાની માગો સાથે ભૂખ હડતાળ પર બેઠા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન