You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રિટને સૌથી સુંદર પતંગિયા તરીકે પીકોક બટરફ્લાયને કેમ પસંદ કર્યું?
એક પતંગિયું જે મોર જેવું દેખાય છે, એટલા માટે જ તેને કહેવામાં આવે છે પીકૉક બટરફ્લાય.
પાંખો પર આંખ જેવા દેખાતા નિશાન એટલે કે આઇસ્પોટને કારણે તે સુંદર દેખાય છે અને શિકારી પણ મૂંઝવણમાં પડી જાય છે. તેની બ્રિટનના સૌથી પ્રિય પતંગિયા તરીકે પસંદગી થઈ છે.
બ્રિટિશ ચેરિટી બટરફ્લાય કન્ઝર્વેશનના એક સરવેમાં 20,000 લોકોએ આ પતંગિયા માટે મત આપ્યો.
પતંગિયાઓ ઇકોસિસ્ટમમાં પરાગ વાહકની ભૂમિકા ભજવે છે, ઘણા જીવ-જંતુઓ ખાય છે અને ઘણા માટે ખોરાક બને છે, પરંતુ બ્રિટનમાં તેમની સંખ્યા ઘટી રહી છે.
આ ઉનાળામાં આ ચેરિટી સંસ્થા લોકોને પોતાના વાર્ષિક કાર્યક્રમમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરી રહી છે, જેથી તેને બચાવવા માટે કામ કરતા લોકો જોઈ શકે કે અલગ-અલગ પ્રજાતિઓનું શું હાલ છે અને કઈ રીતે આ અત્યંત સુંદર પતંગિયાંને બચાવી શકાય.
જુઓ કૅથરિન સ્ટૅન્જિસનો આ અહેવાલ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન