You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ આગમાં કુટુંબના પાંચ લોકોને ગુમાવનાર વ્યક્તિએ શું કહ્યું?
અમદાવાદ આગમાં કુટુંબના પાંચ લોકોને ગુમાવનાર વ્યક્તિએ શું કહ્યું?
પ્રકાશિત
અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફૅક્ટરીમાં થયેલા વિસ્ફોટ અને આગમાં નવ લોકોનાં મોત થયાં છે, જ્યારે 18 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મૃતકોમાં દાહોદના એક જ પરિવારના પાંચ સભ્યો અને પંચમહાલની એક મહિલાનો પણ સમાવેશ થાય છે.
રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે લાઇસન્સ ન હોવા છતાં ત્યાં ફટાકડા બનાવવાનું કામ ચાલતું હતું.
પોલીસના જણાવ્યા પ્રમાણે હાલમાં તમામ મૃતકોના મૃતદેહોને તેમના વતનમાં મોકલી આપવામાં આવ્યા છે. પોલીસે કારખાનાનાં સંચાલકોની પણ ધરપકડ કરી લીધી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન