ગુજરાત : જેમના પાણિયારે સિંહ બેઠો હતો, એ પરિવારે શું કહ્યું?

ગુજરાત : જેમના પાણિયારે સિંહ બેઠો હતો, એ પરિવારે શું કહ્યું?
પ્રકાશિત

અમરેલી જિલ્લાના કોવાયા ગામમાં સિંહોની વધતી અવરજવર સ્થાનિકો માટે ચિંતાનો વિષય બની છે.

દરિયાકાંઠે આવેલું આ ગામ સિંહોના કૉરિડૉરમાં આવતું હોવાથી ગામમાં અવારનવાર સિંહ દેખાવાની ઘટનાઓ બને છે.

તાજેતરમાં કોવાયા સહિત અમરેલી અને ભાવનગરમાં સિંહના હુમલામાં ત્રણ લોકોનાં મોત થયા બાદ લોકોમાં ભયનો માહોલ વધુ ગાઢ બન્યો છે.

2025માં પણ એક સિંહ ગામની અંદર આવેલા ઘરના પાણીયારા સુધી પહોંચી ગયો હતો, જે માનવ-સિંહ સંઘર્ષની ગંભીરતા દર્શાવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન