You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વલસાડમાં એવો વરસાદ પડ્યો કે પ્રાણીઓ તણાયાં, વાહનો ડૂબ્યાં
વલસાડમાં એવો વરસાદ પડ્યો કે પ્રાણીઓ તણાયાં, વાહનો ડૂબ્યાં
પ્રકાશિત
વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે.
તેના કારણે વલસાડના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા અને શેરીઓ નદીમાં ફેરવાઈ ગઈ.
પૂરની સ્થિતિમાં પશુઓ તણાતાં અને અનેક વાહનો પાણીમાં ડૂબી જવાનાં દૃશ્યો પણ સામે આવ્યાં છે.
દક્ષિણ ગુજરાતની તમામ નદીઓની જળસપાટી સતત વધી રહી છે, જ્યારે સુરત, નવસારી અને વલસાડ જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે.