You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

કોરોના વાઇરસ : પ્રથમ વખત ચીનમાં એક પણ મૃત્યુ ન નોંધાયું, બ્રિટનમાં મૃતકાંક પાંચ હજાર

કોરોના વાઇરસના સંક્રમણ અંગે ગુજરાત, દેશ અને દુનિયાની પળેપળની અપડેટ્સ.

લાઇવ કવરેજ

  1. અદાણી પર હિંડનબર્ગનો આરોપ, હવે રિઝર્વ બૅન્ક શું પગલાં લઈ શકે?

  2. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્લાસ્ટિકની નકામી બૉટલોમાંથી બનેલું જૅકેટ પહેર્યું, શું છે ખાસિયત?

  3. સંસદમાં પીએમ: "મોદી પર ભરોસો અખબારોના સમાચારથી નથી બન્યો…"

  4. ફ્રાંસની દિગ્ગજ કંપનીએ અદાણીના હાઇડ્રોજન પ્રોજેક્ટમાં રોકાણ મોકૂફ રાખ્યું

  5. બ્રેકિંગ, ફ્રાંસની દિગ્ગજ કંપનીએ અદાણીના હાઇડ્રોજન પ્રોજેક્ટમાં રોકાણ મોકૂફ રાખ્યું

    ભારતમાં અદાણી જૂથને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ફ્રાંસની ટોટલ એનર્જીએ અદાણી જૂથના 50 અબજ ડૉલરના હાઈડ્રોજન પ્રોજેક્ટમાં રોકાણ કરવાનો ઈરાદો હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે.

    ન્યૂઝ એજન્સી પીટીઆઈએ કંપનીના સીઈઓ પૅટ્રિક પોયને ટાંકીને કહ્યું છે કે અદાણી જૂથ પર લાગેલા આરોપોને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    ગયા વર્ષે જૂનમાં ટોટલ એનર્જીએ અદાણી જૂથના હાઇડ્રોજન પ્રોજેક્ટમાં 25 ટકા હિસ્સાની જાહેરાત કરી હતી.

    જોકે ટોટલ એનર્જીએ હજુ સુધી આને લગતા કોઈ કરાર પર હસ્તાક્ષર કર્યા નથી.

    સીઈઓ પૅટ્રિકે કહ્યું છે કે જ્યાં સુધી હિંડનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર અદાણી જૂથ બેદાગ બહાર નહીં આવે ત્યાં સુધી હાઈડ્રોજન પ્રોજેક્ટને રોકી દેવામાં આવશે.

    આ ફ્રેન્ચ કંપની ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથ માટે સૌથી મોટા વિદેશી રોકાણકારોમાંની એક છે.

    તે પહેલાથી જ અદાણી ગ્રુપના રિન્યુએબલ એનર્જી વેન્ચર અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અદાણી ટોટલ ગૅસ લિમિટેડમાં પહેલેથી રોકાણ કરી રાખ્યું છે.

    અદાણી ગ્રુપ 10 વર્ષમાં હાઇડ્રોજન પ્રોજેક્ટમાં 50 અબજ ડૉલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.

    તેનું લક્ષ્ય છે કે 2030 પહેલા તેનું પ્રારંભિક ઉત્પાદન 10 લાખ ટન થઈ જશે.

  6. સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ, કહ્યું "વિપક્ષોએ ઈડીને ધન્યવાદ કહેવું જોઈએ, ઈડીને કારણે વિપક્ષ એક થયો"

    વિરોધ પક્ષ દ્વારા સંસદમાં થયેલા અદાણી ગ્રૂપ સાથે સાઠગાંઠના આક્ષેપો અને હિંડનબર્ગના રિપોર્ટની તપાસ સંબંધે સંયુક્ત સંસદીય સમિતિની રચનાની માંગણી વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના ભાષણ પરના ધન્યવાદ પ્રસ્તાવ પર પોતાનું ભાષણ આપ્યું.

    વડા પ્રધાને પોતાના ભાષણમાં હાસ્યકવિ કાકા હાથરસ, હિંદી કવિ દુષ્યંતકુમાર અને વિવિધ સાહિત્યના શેર અને રમૂજી ટુચકા આવરી લઈને વિપક્ષે કરેલા આક્ષેપો સામે કટાક્ષમય નિવેદનો આપ્યા.

    વડ પ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું, "આ સરકાર મજબૂરીમાં સુધારા નથી કરતી, મજબૂત માન્યતા સાથે સુધારા કરે છે."

    તેમણે કહ્યું, "યુપીએના દસ વર્ષના શાસનમાં દેશમાં ચોતરફ આતંકવાદ, અને અસુરક્ષિતતાનું વાતાવરણ રહ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને કોઈ ગંભીરતાથી નહોતું લઈ રહ્યું. જ્યારે હવે દેશનું સામર્થ્ય સામે આવી રહ્યું છે. દરેક અવસરને મુસીબતમાં ફેરવી નાખવાની બાબતો યુપીએની ઓળખ બની."

    વડા પ્રધાને વધુમાં કહ્યું, "દેશ જ્યારે ટેકનૉલૉજીનો જમાનો હતો, ત્યારે તેઓ ટૂજીમાં ફસાયેલા રહ્યા, વર્ષ 2010માં કૉમનવેલ્થ ગેમ્સ યોજાઈ ત્યારે ભારતના યુવાનોની પ્રતિભાને દેખાડવાના એ મોકાને સીડબ્લ્યૂજી ગોટાળામાં ખોઈ નાખ્યો. "

    વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં કહ્યું કે, “એક વ્યક્તિની સંપત્તિ અઢી વર્ષમાં 13 ગણી થઈ ગઈ છે. 2014માં 50 હજાર કરોડ હતી, તે 2019માં એક લાખ કરોડ થઈ ગઈ છે. અચાનક એવું શું થયું કે તે 12 લાખ કરોડ સુધી વધી ગઈ. હિંડનબર્ગના રિપોર્ટને ભાજપ ગણતો નથી.”

    તેમણે એ પણ કહ્યું કે, "અમે ઇચ્છીએ છીએ કે સંયુક્ત સંસદીય સમિતિ (JCP)ને બેસાડવામાં આવે અને અદાણી મામલે તપાસ થવી જોઈએ."

    કૉંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, અદાણીના નામથી ભાજપને આટલી ચિંતા કેમ થઈ રહી છે. ભારતમાં આટલા ઉદ્યોગપતિ છે, પરંતુ ભાજપ અદાણીના નામ સાથે આટલી લાગણી કેમ બતાવી રહ્યો છે કે રાહુલ ગાંધી દ્વારા અદાણીની ટીકા તેમને સારી લાગતી નથી.

    આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું હતું કે, એક ઉદ્યોગસાહસિક (અદાણી) જે ક્યાંય ન હતા, તે અચાનક અહીં પહોંચે છે. એવું કોઈ ક્ષેત્ર નથી કે જેમાં તે દખલ ન કરતા હોય. તાજેતરમાં આવેલા (હિંડનબર્ગ)ના રિપોર્ટ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેમની આસપાસ સત્તાની જાળ બનેલી હતી અને આ સત્તાની જાળ જાહેર કરવામાં આવી રહી છે.

    ત્યારે આમ આદમી પાર્ટી, બીઆરએસ, શિવસેનાના સાંસદોએ અદાણીના વિવાદ સાથે સંબંધિત જેપીસી તપાસની માગને લઈને સંસદ બહાર ગાંધી પ્રતિમા સામે વિરોધપ્રદર્શન કર્યું છે.

    શિવસેનાના એમપી સંજય રાઉતે કહ્યું છે કે, “અમે અધૂરાં કામ કરવા માગતાં નથી. જેપીસીની માગ અમે અધૂરી મૂકી શકતા નથી, જેપીસીની માગ હંમેશાં રહેશે. આ મામલે વિપક્ષ ભલે એક છે, પરંતુ અમે હંમેશાંથી એ જ કહેતા આવ્યા છે કે ચર્ચામાં ભાગ લેવાનો અર્થ અદાણીના શૅર વધારવાનો છે.”

  7. અદાણી મામલે રાહુલ ગાંધીએ સંસદમાં વડા પ્રધાન મોદી પર નિશાન સાધતા શું કહ્યું?

    કૉંગ્રેસની રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અદાણી સમૂહને ખોટી રીતે મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકારે સરકારી સંસાધનો મારફતે અદાણી સમૂહનો કારોબાર આગળ વધારવામાં મદદ કરી છે.

    અદાણી મામલે થયેલી ચર્ચામાં તેમણે મંગળવારે લોકસભામાં આ આરોપ લગાવ્યા. રાહુલ ગાંધીએ દેશની વિદેશનીતિને અદાણીનો કારોબાર વધારવા માટેની નીતિ ગણાવી.

    તેમણે આરોપ લગાવ્યો છે કે આજે દેશમાં ઍરપૉર્ટ મૅનેજમૅન્ટમાં અદાણી સમૂહનો ભાગ 30 ટકા અને ઇઝરાયલ સાથે સંરક્ષણ કારોબારમાં 90 ટકા સુધી છે, જે મોદી સરકારની ‘સીધી મદદ’ના કારણે થયું છે.

    ગાંધીએ કહ્યું વડા પ્રધાન જ્યારે ઑસ્ટ્રેલિયા જાય છે, તો એસબીઆઈ તેમને એક અબજ ડૉલરની લૉન આપે છે.

    તેમણે કહ્યું કે મોદીજીની પ્રથમ યાત્રા બાંગ્લાદેશની થાય છે, ત્યારે ખબર પડે છે કે ત્યાં 1500 મેગાવૉટ વીજળી વેચવાની સમજૂતી થાય છે, એ પ્રોજેક્ટ અદાણીને આપી દેવાય છે.

    તેમણે આરોપ લગાવ્યો કે 2022માં શ્રીલંકાના ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચૅરમૅને સંસદીય સમિતિ સામે એક ખૂલી સુનાવણીમાં દાવો કર્યો છે કે તત્કાલીન રાષ્ટ્રપતિ રાજપક્ષાએ તેમને કહ્યું કે તેમના પર વડા પ્રધાન મોદીનું દબાણ છે અને આ પ્રોજેક્ટ અદાણીને આપી દેવાય.

    એલઆઈસીનાં નાણાં અદાણીના શૅરોમાં રોકવાનો વિરોધ કરતાં તેમણે કહ્યું કે તેમના શૅર ખૂબ ‘વૉલેટાઇલ’ છે. તેમ છતાં સરકારે 36 હજાર કરોડ રૂપિયા અદાણી સમૂહની કંપનીઓમાં નાખી દીધા.

    તેમણે આરોપ લગાવ્યો કે સરકારી બૅંકોએ હજારો કરોડ રૂપિયાની લૉન અદાણી સમૂહને આપી, જેનાથી સમૂહનો કારોબાર આગળ વધ્યો.

    સત્તા પક્ષે કર્યો વિરોધ

    રાહુલ ગાંધી જ્યારે આ આરોપ લગાવી રહ્યા હતા ત્યારે ભાજપના ઘણા સાંસદોએ વિરોધ કર્યો.

    સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે તમે વડા પ્રધાન પર આરોપ લગાવી રહ્યા છો, તમે આરોપોના પુરાવા આપો અને જણાવો કે મોદી સરકારે કયા નિયમ બદલી દીધા.

    તેમણે આરોપ લગાવ્યો કે કૉંગ્રેસ સરકારે દરમિયાન જીએમઆર અને જીવીકે કંપની પાસે ઍરપૉર્ટ મૅનેજમૅન્ટનો કેટલો અનુભવ હતો, તેમ છતાં તેમને કૉન્ટ્રેક્ટ આપી દેવાયા.

    તેમજ સંસદીય કાર્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે તમે પોતાના આરોપોને પ્રમાણિત કરો. તેમણે ગાંધી પર આરોપ લગાવ્યો કે તેઓ નિરાધાર આરોપ લગાવી રહ્યા છે.

    તેમજ રવિશંકર પ્રસાદે નિયમોનો હવાલો આપતાં કહ્યું કે પુરાવા વગર ગૃહમાં ગમે એ વ્યક્તિ પર આરોપ ન લગાવી શકાય. તેમણે માગ કરી કે ગાંધીના આરોપોને રેકર્ડમાં સામેલ ન કરવામાં આવે.

  8. અદાણી મામલે રાહુલ ગાંધીએ સંસદમાં વડા પ્રધાન મોદી પર નિશાન સાધતા શું કહ્યું?

  9. અદાણીની ઘટતી શાખ ભારતના વિકાસને કેટલી અસર કરશે?

  10. એશિયા કપ 2023માં ભારતના વલણ પર પાકિસ્તાનના પૂર્વ કપ્તાન મિયાંદાદે કહ્યું,“ન આવે તો ભાડમાં જાય”

  11. પાકિસ્તાનના ક્વેટામાં સ્ટેડિયમમાં બૉમ્બવિસ્ફોટ, મૅચ રોકવી પડી

  12. અદાણી સમૂહ વિરુદ્ધ લાગેલા આરોપોની તપાસ થવી જોઈએ : નીતીશકુમાર

    બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમારે શનિવારે કહ્યું કે અબજપતિ કારોબારી ગૌતમ અંબાણીની કંપની વિરુદ્ધ લાગેલા આરોપોની તપાસ થવી જોઈએ.

    નીતીશકુમારે આ નિવેદન કિશનગંજ જિલ્લામાં આપ્યું જ્યાં તેઓ પોતાની રાજ્યવ્યાપી યાત્રાને લઈને પહોંચ્યા હતા.

    અદાણી મામલે સંસદમાં થઈ રહેલા હંગામાં પર પત્રકારો દ્વારા પુછાયેલ સવાલના જવાબમાં તેમણે કહ્યું, “હા, મેં આ વિશે કંઈક સાંભળ્યું છે, જોઈ રહ્યો છું, તેના કામનો કોઈ અર્થ નથી. હવે તો બધું સામે જ આવી ગયું તો તેની તપાસ થવી જોઈએ.”

    ભાજપ સાથે છ મહિલા પહેલાં જ ગઠબંધન તોડનારી નીતીશકુમારની પાર્ટીએ જૉઇન્ટ પાર્લામૅન્ટ્રી કમિટીની વિપક્ષની માગણીનું સમર્થન કર્યું છે. વિપક્ષ અદાણી સાથે સંકળાયેલા મામલાની તપાસ જેપીસી મારફતે કરાવાની માગ કરી રહ્યો છે.

    વિપક્ષનાં દળોનું કહેવું છે કે એલઆઇસી જેવી સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓને અદાણી સમૂહમાં ભારે રોકાણ માટે મજબૂર કરાઈ છે.

    અદાણી સમૂહની કંપનીઓના શૅરોની કીમતોમાં ઘટાડો થયો છે, જેનું નુકસાન એલઆઇસી જેવી કંપનીઓએ પણ ભોગવવું પડ્યું છે.

    અદાણી સમૂહના માલિક ગૌતમ અદાણીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નિકટ માનવામાં આવે છે.

    અદાણી સમૂહનું કહેવું છે કે હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ બદઇરાદા સાથે તૈયાર કરાયેલો છે.

  13. વલસાડની ઉમરગામ GIDCમાં ભીષણ આગ, 5થી વધુ ફાયરની ગાડી પહોંચી

  14. ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરાશે તો દેશ દેવાળિયો થઈ જશે- મનોહરલાલ ખટ્ટર

  15. 100 દિવસના કામના બદલે પૈસા ન મળ્યા તો કેન્દ્ર વિરુદ્ધ આંદોલન કરશે મમતા

      • લેેખક, પ્રભાકર મણિ તિવારી
      • પદ, કોલકાતાથી, બીબીસી માટે

    100 દિવસના કામના બદલે બાકી રકમ પર કેન્દ્ર અને બંગાળ સરકાર વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે મુખ્ય મંત્રી મમતા બેનરજીએ આ મુદ્દે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

    તેમણે બર્દવાનમાં આયોજિત એક જનસભામાં કહ્યું, “કેન્દ્ર સરકારે જો 100 દિવસના કામના બદલે પૈસા ન આપ્યા તો બંગાળમાં મોટા પાયે આંદોલન થશે.”

    તેમણે રોજગારના મુદ્દે પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું.

    તેમનું કહેવું હતું કે કેન્દ્રીય બજેટમાં રોજગાર પેદા કરવા અંગે કોઈ નક્ક વાત નથી.

    મમતાએ પ્રશ્ન કર્યો હતો કે, “સરકારે 100 દિવસના કામના પૈસા કેમ કાપી નાખ્યા?”

    મુખ્ય મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર પોતાની તાકત બતાવી રહી છે. ચૂંટણી પહેલાં મોટી મોટી વાતો કરી રહી છે. નાની-નાની વાતો પર પણ રાજ્યોમાં ટીમો મોકલી દેવાય છે.

    તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર 100 દિવસના કામના બદલે પૈસા નથી આપી રહી. તેમ છતાં રાજ્ય સરકારે 40 લાખ કાર્યદિવસનું સર્જન કર્યું.

    મમતાની ચેતવણી પર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુકાંત મજૂમદારે કહ્યું, “કેન્દ્ર દ્વારા પૈસા ન આપવાનું કારણ મમતાને ખબર છે. 100 દિવસની યોજનામાં ભારે ભ્રષ્ટાચાર થયો છે. રાજ્ય સરકારે પહેલાં ખર્ચનો હિસાબ આપે. બીજા દિવસે જ પૈસા મળી જશે.”

  16. એક સમયે ભારતને પાછળ પાડી દેનાર બાંગ્લાદેશની કરોડરજ્જુ કેમ તૂટી રહી છે?

  17. 100 દિવસ કામના બદલે પૈસા ન મળ્યા તો કેન્દ્ર વિરુદ્ધ આંદોલન- મમતા બેનરજી

  18. અદાણી ગ્રૂપમાં LICના ‘મોટા રોકાણ’ બાબતે કેમ થઈ રહ્યા છે સવાલ?

  19. નાણામંત્રીએ લીધી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મુલાકાત

    બજેટ શરૂ થતા પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મુલાકત લેવા નાણામંત્રી નિર્મલા સિતારમણ તેમની ટીમ સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા.

    આજે નાણામંત્રી તાજેતરની સરકારનું અંતિમ બજેટ રજૂ કરશે. છેલ્લા બે વર્ષની જેમ આ વર્ષે પણ યૂનિયન બજેટ પેપરલેસ હશે.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ રજૂ થતા પહેલા કહ્યું છે કે, “આ બજેટ દેશના સામાન્ય લોકોની અપેક્ષા અને આકાંક્ષાઓ પર ખરું ઉતરશે અને દુનિયા માટે આશાનું કિરણ સાબિત થશે.”

    મંગળવારે રજૂ કરાયેલા સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે આગામી નાણાકીય વર્ષમાં દેશની જીડીપી 6.8 ટકા હશે.

  20. Budget2023: શું થશે મોંઘું અને કઈ ચીજો પડશે સસ્તી?

    દેશના પ્રથમ પૂર્ણકાલીન મહિલા નાણા મંત્રી નિર્મલા સિતારમણે બુધવારે તેમનું પાંચમું બજેટ રજૂ કર્યું.

    જેમાં તેમણે ત્યારે પ્રત્યક્ષ કરની જાહેરાતો સાથે કેટલીક અપ્રત્યક્ષ ડ્યૂટી અને ટેક્સમાં ફેરફારની જાહેરાત કરી હતી.

    જેના કારણે ચીજવસ્તુઓ મોંઘી કે સસ્તી બનશે. એક નજર આવી ચીજવસ્તુઓની ઉપર.

    ટીવી પેનલના અમુક ઓપન સેલ પરની કસ્ટમડયૂટી ઘટાડીને અઢી ટકા કરવામાં આવી છે, જેથી તે સસ્તાં બનશે.

    મોબાઇલઉત્પાદન માટે કૅમેરા લૅન્સ અને લિથિયમ આયન બૅટરી વગેરે જરૂરી સામાનની આયાત ઉપર આપવામાં આવેલી છૂટને કારણે તે સસ્તાં બનશે.

    લૅબોરેટરીમાં તૈયાર કરવામાં આવતાં સિડ્સ પરની કસ્ટમડ્યુટી ઘટાડવામાં આવશે, જેથી કરીને કુદરતી હીરા જેવી જ ગુણવત્તા અને લાક્ષ્ણિકતા ધરાવતા, પરંતુ ઇકૉફ્રૅન્ડલી એલ.જી.ડી. (લૅબ ગ્રૉન ડાયમંડ) સસ્તા બનશે.

    રસોડાના ચૂલામાં વપરાતી કૉઇલ સસ્તી થશે.

    ડિનેચર્ડ ઇથાઇલ આલ્કોહોલ સસ્તું થશે, જેથી કરીને પેટ્રોલની સાથે તેના મિશ્રણને પ્રોત્સાહન મળશે.

    માછલીઓ માટેના શ્રિમ્પ ફિડ પરની ડ્યુટી ઘટાડવામાં આવશે, જેથી કરીને મત્સ્ય-ઉત્પાદનના નિકાસને પ્રોત્સાહન મળે.

    શું થશે મોંઘું?

    કમ્પાઉન્ડેડ રબર પરની ડ્યુટી 10 ટકાથી વધારીને 25 ટકા કરવામાં આવશે.

    રસોડાની ઇલૅક્ટ્રિક ચિમની પરની કસ્ટમડ્યુટી સાડા સાત ટકાથી વધારીને 15 ટકા કરવાની જાહેરાત કરવામાં આવી છે.

    ચાંદી પરની કસ્ટમડ્યુટીને સોના અને પ્લૅટિનમ પરના દરની સમકક્ષ લાવવામાં આવશે, જેથી તે મોંઘી થશે.

    ચોક્કસ પ્રકારની સિગારેટ ઉપર નેશનલ કૅલામિટી કન્ટિજન્સી ડ્યૂટીમાં 16 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. ત્રણ વર્ષ અગાઉ આ દરમાં વૃદ્ધિ કરવામાં આવી હતી, જેથી અમુક પ્રકારની સિગારેટ મોંઘી બનશે.