You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રેનમાં હનીમૂન માટે ફૂલોથી એસી કૅબિનને સજાવાઈ, શું છે સમગ્ર મામલો?
નંદીગ્રામ ઍક્સપ્રેસના ફર્સ્ટ એસી કોચની કૅબિનની ફૂલો અને ફુગ્ગાથી શણગારવામાં આવી હતી. બેડ ઉપર ફૂલોથી દિલ બનાવવામાં આવ્યું હતું.
કથિત રીતે એક કપલે તેમનાં હનીમૂન માટે આ વ્યવસ્થા કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયો હતો અને ભારે ચર્ચા જાગી હતી. એ પછી રેલવેએ આ મુદ્દે કાર્યવાહી કરી છે.
દક્ષિણ-મધ્ય રેલવેએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર જણાવ્યું છે કે 6 જુલાઈના એક દંપતી નંદીગ્રામ ઍક્સપ્રેસ મારફતે મુસાફરી કરી રહ્યાં હતાં. તેમણે આ કૅબિનને સજાવવાની વ્યવસ્થા કરી હતી.
મહારાષ્ટ્રના જાલના સ્ટેશન ખાતે કૅબિનને સજાવનારા ટ્રેનમાં પ્રવેશ્યા હતા, જે ગેરકાયદેસર છે. જવાબદાર કર્મચારીઓને તત્કાળ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને વિસ્તૃત તપાસના આદેશ આપી દેવાયા છે.
ટિકિટ વિના મુસાફરી કરવી અને ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવો, જેવી રેલવે ઍક્ટની અલગ-અલગ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન