You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉનાકાંડનાં દસ વર્ષ, જિજ્ઞેશ મેવાણીએ શું કહ્યું?
ઉનાકાંડનાં દસ વર્ષના નિમિત્તે અમદાવાદમાં એક દલિત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા વડગામ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત દલિત આગેવાનો જોડાયા હતા.
2016માં બનેલી આ ઘટનાએ ગુજરાતમાં દલિત અધિકારો અંગેની ચર્ચાને નવી દિશા આપી હતી અને રાજ્યવ્યાપી આંદોલન ઊભું કર્યું હતું.
ઉનાકાંડમાં વેરાવળની સેશન્સ કોર્ટે આ વર્ષે માર્ચ મહિનામાં કુલ 44 આરોપીઓમાંથી પાંચને દોષિત ઠેરવી પાંચ વર્ષની સજા ફટકારી હતી, જ્યારે બાકીના આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
સેશન્સ કોર્ટના ચુકાદા સામે ઉનાના પીડિત પરિવારે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે.
જોકે, આ ઘટનાના એક દાયકા બાદ પ્રશ્ન એ છે કે શું દલિતોની સ્થિતિમાં ખરેખર કોઈ મોટો ફેરફાર આવ્યો છે?
જુઓ જિજ્ઞેશ મેવાણીએ શું કહ્યું?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન