Live, દિલ્હી જંતર-મંતર: 'ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સાથે કોઈ સમજૂતી નહીં', સીજેપીના પ્રવક્તા સૌરવ દાસ, આજે પણ દિલ્હીનાં કેટલાંક મેટ્રો સ્ટેશનો બંધ

કૉક્રોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું છે કે “મેં આજે (બુધવારે) સોનમ વાંગચુક સાથે ઘણી વખત વાતચીત કરી હતી. જેનો નિષ્કર્ષ એ હતો કે આ શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શન માત્ર શાંતિપૂર્ણ જ રહેવું જોઈએ. તેમણે જાહેરમાં તમામ પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવા અને વિરોધપ્રદર્શને યોગ્ય રીતે ચલસાવવાની અપીલ કરી છે.”

સારાંશ

  • મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપો, સાદાં કપડાંવાળા કરે છે લાઠીચાર્જ: CJP પ્રદર્શનમાં પોલીસ કાર્યવાહી સામે ઊઠતા સવાલો.
  • પ્રમાણે ગુરુવારે વહેલી સવારથી જ જંતર-મંતર પર ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
  • કૉક્રોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે કહ્યું છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા મામલે કોઈ સમજૂતી નહીં થાય.
  • બુધવારે દિલ્હી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે કનૉટ પ્લેસમાં ટૉલ્સટૉય માર્ગ પાસે રાત્રે લગભગ 8-30 કલાકે કેટલાક ઉપદ્રવીઓએ પોલીસ પર બૉટલો અને પથ્થરો ફેંક્યા હતા.

લાઇવ કવરેજ

બીબીસી ગુજરાતી

  1. Better હેલ્થ: તમારું કૉલેસ્ટ્રોલ કંટ્રોલમાં છે? હૃદયને સુરક્ષિત રાખવાના પાંચ મહત્ત્વના ઉપાયો

  2. દિલ્હીના મેટ્રો સ્ટેશન આજે પણ રહેશે બંધ, કેટલાંક સ્ટેશનો પર ઇન્ટરચેન્જની સુવિધા

    દિલ્હી મેટ્રોએ જણાવ્યું છે કે ગુરુવાર (23 જુલાઈ, 2026)ના રોજ તેનાં ઘણાં મેટ્રો સ્ટેશનો બંધ રહેશે.

    ઇમેજ સ્રોત, DMRC

    ઇમેજ કૅપ્શન, ગુરુવારે પણ દિલ્હી મેટ્રોનાં કેટલાંક સ્ટેશનો બંધ રહેશે.

    દિલ્હી મેટ્રોએ જણાવ્યું છે કે ગુરુવાર (23 જુલાઈ, 2026)ના રોજ તેનાં ઘણાં મેટ્રો સ્ટેશનો બંધ રહેશે.

    દિલ્હી મેટ્રોએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેની જાણકારી આપતા કહ્યું કે “આગળનો આદેશ ન મળે ત્યાં સુધી નિમ્નલિખિત મેટ્રો સ્ટેશનો બંધ રહેશે, જોકે, રાજીવ ચોક, મંડી હાઉસ અને સેન્ટ્રલ સેક્રેટેરિએટ સ્ટેશનો પર ઇન્ટરચેન્જ (લાઇન બદલવાની સુવિધા) ઉપલબ્ધ રહેશે.”

    જે મેટ્રો સ્ટેશન બંધ રહેશે તે આ પ્રમાણે છે. લોક કલ્યાણ માર્ગ, રાજીવ ચોક, પટેલ ચોક, રામકૃષ્ણ આશ્રમ માર્ગ, બારાખંભા રોડ, સુપ્રીમ કોર્ટ, સેવા તીર્થ, જનપથ, મંડી હાઉસ, સેન્ટ્રલ સેક્રેટેરિએટ, આઈટીઓ, દિલ્હી ગેટ, ઇન્દ્રપ્રસ્થ, ખાન માર્કેટ, જોર બાગ અને શિવાજી સ્ટેડિયમ

    જોકે, રાજીવ ચોક, મંડી હાઉસ અને સેન્ટ્રલ સેક્રેટેરિએટ સ્ટેશનો પર માત્ર લાઇન બદલવાની સુવિધા રહેશે. આ સ્ટેશનો પર યાત્રીઓ એન્ટ્રી કે ઍક્ઝિટ નહીં કરી શકે.

    આ પહેલાં બુધવારે દિલ્હી મેટ્રોએ કહ્યું હતું કે તેનાં તમામ સ્ટેશનો પૅસેન્જર સર્વિસ માટે ખુલ્લાં છે.

  3. દિલ્હી જંતર-મંતર: 'ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સાથે કોઈ સમજૂતી નહીં', સીજેપીના પ્રવક્તા સૌરવ દાસ

    દિલ્હી જંતર-મંતર: સીજેપીની પ્રદર્શનકારીઓને શાંતિપૂર્ણ રીતે દેખાવો કરવાની અપીલ

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાની પ્રેસ કૉન્ફરન્સ બાદ કૉક્રોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે કહ્યું છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા મામલે કોઈ સમજૂતી નહીં થાય.

    કૉક્રોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું છે કે “મેં આજે (બુધવારે) સોનમ વાંગચુક સાથે ઘણી વખત વાતચીત કરી હતી. જેનો નિષ્કર્ષ એ હતો કે આ શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શન માત્ર શાંતિપૂર્ણ જ રહેવું જોઈએ. તેમણે જાહેરમાં તમામ પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવા અને વિરોધપ્રદર્શને યોગ્ય રીતે ચલાવવાની અપીલ કરી છે.”

    સૌરવ દાસે વધુમાં જણાવ્યું, “આ દેશમાં અગાઉ થયેલા વિરોધપ્રદર્શનમાં સત્તારૂઢ શાસન દ્વારા ઘૂસાડવામાં આવેલા અસામાજિક તત્ત્વો સમગ્ર પ્રદર્શનને ભટકાવી દે છે. અંતે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરનારાઓને જ દોષિત ઠેરવવામાં આવે છે. આવું ન થવું જોઈએ.”

    તેમણે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાની પ્રેસ કૉન્ફરન્સ અંગે કહ્યું, “જેપી નડ્ડાએ શરમ અનુભવવી જોઈએ. લોકો અહીં 30થી વધુ દિવસથી બેઠા છે. રાજકારણ તો તેઓ જ કરી રહ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સિવાય અમને કશું ખપતું નથી. ત્યાં સુધી પ્રદર્શન ચાલુ જ રહેશે. પછી જેટલો પણ સમય લાગે.”

    ઉલ્લેખનીય છે કે બુધવારે દિલ્હી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે કનૉટ પ્લેસમાં ટૉલ્સ્ટૉય માર્ગ પાસે રાત્રે લગભગ 8-30 કલાકે કેટલાક ઉપદ્રવીઓએ પોલીસ પર બૉટલ અને પથ્થર ફેંક્યા હતા જેને કારણે કનૉટ પ્લેસના એસીપી વિવેક ભગત ઘાયલ થઈ ગયા હતા અને તેમને આરએમએલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

    દિલ્હીના ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ જય પ્રકાશે પણ સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું કે “જ્યારે અમે જંતર-મંતર પાસે ડ્યૂટી પર હતા ત્યારે કેટલાક લોકોએ અચાનક પ્લાસ્ટિકની બૉટલો અને પથ્થરો ફેંકવા લાગ્યા હતા. તે પૈકી એક પથ્થર મને પણ વાગ્યો હતો. હાલ મારી સારવાર ચાલી રહી છે. મને સામાન્ય ફ્રૅક્ચર થયું છે.”

    બીજી તરફ સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા પ્રમાણે ગુરુવારની વહેલી સવારથી જ જંતર-મંતર પર ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

    બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન