ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય કયારે થશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય કયારે થશે?
ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય કયારે થશે?
પ્રકાશિત

ગુજરાતમાં આગામી દિવસોમાં ફરીથી ચોમાસું સક્રિય થવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં 22-23 જુલાઈની આસપાસ લો-પ્રેશર સિસ્ટમ બનવાની સંભાવના છે.

તે પહેલાં 16-17 જુલાઈથી સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થઈ શકે છે.

હાલમાં સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં 50 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જે આગામી ચાર-પાંચ દિવસ સુધી ચાલુ રહેશે.

17-18 જુલાઈથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. જુલાઈના અંત સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન